VIDEO: મનરેગા પેમેન્ટ મુદ્દે સરપંચ પરિષદની રજૂઆત
સોર્સ : gstv
નર્મદા જિલ્લામાં MGNREGA હેઠળના બાકી પેમેન્ટના મુદ્દે દેડિયાપાડા સરપંચ પરિષદે રજૂઆત કરી છે. સરપંચ પરિષદે બાકી કામોના પેમેન્ટ માટે જરૂરી ઈ-ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવાની માંગ કરી છે. જિલ્લા અધ્યક્ષ કુંવરજી અમરસિંગ વસાવા સહિત 21 ગ્રામ પંચાયતોના સરપંચોએ સાંસદ મનસુખભાઈ વસાવા સમક્ષ રજૂઆત કરી છે. MGNREGA હેઠળ કુલ 3 કરોડ 68 લાખ 24 હજાર રૂપિયાનું પેમેન્ટ 21 ગ્રામ પંચાયતોને ચૂકવવાનું બાકી છે. બાકી કરવાની માંગ કરાઈ છે.

