નર્મદા: પંચકોશી પરિક્રમા અચાનક સ્થગિત, ભક્તોમાં ભારે રોષ, જાણો શું છે કારણ

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. હંગામી બનાવેલ પુલ પર પાણી આવતા ગઈ કાલ રાતથી પરિક્રમા રોકવામાં આવી છે..જેના કારણે હજારો ભક્તો અટવાયા હતા.
મળતા અહેવાલ અનુસાર MPમાં વીજળીની માંગમાં વધારો થતા ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્રીસ હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે આ પંચકોશી નર્મદા પરિક્રમા માત્ર 6 દિવસ બાકી છે. તંત્રની બેદરકારીને કારણે લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા નદીમાં ૩૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળસપાટી ૨ મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ ૧૦ દિવસ પહેલાં જ પરિક્રમાં સ્થગિત કરાઈ છે. પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

