Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : On the issue of forest land cultivation in Narmada, the forest department and the villagers face

VIDEO: નર્મદામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે વન વિભાગ અને ગ્રામજનો આમને-સામને

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણને લઈને ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે આજે ફરી ભારે બોલાચાલી અને ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જમીન ખેડાવા પહોંચેલા સ્થાનિકોને વન અધિકારીઓએ અટકાવતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ગ્રામજનો અને એસીએફ ગૌરવ લોઢા સાથે સ્થળ પર જ બેઠક યોજીને વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રામ આગેવાન રાજુભાઈએ વન વિભાગને કયા કાયદાકીય આધારે અટકાવવામાં આવે છે તે અંગે સવાલ કર્યા હતા. ચર્ચાના અંતે એસીએફ ગૌરવ લોઢાએ સોમવાર સુધી રાહ જોવા માટે અનુરોધ કર્યો હતો, જેને પગલે ગ્રામજનોએ પણ સંમતિ દર્શાવી છે. સંદીપ માંગરોલાએ સ્પષ્ટ માગણી કરી છે કે સોમવાર સુધીમાં પેન્ડિંગ રહેલી ૬૦૮ ખેડૂતોની દાવા અરજીઓની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવે, અને જો અરજીઓ પેન્ડિંગ હોય તો વન વિભાગે ખેડૂતોને ખેડાણ કરતા અટકાવવા નહીં.

App Store