Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Mansukh Vasava is responsible for my imprisonment: chaitar wasava

Narmada news: મારા જેલવાસ પાછળ મનસુખ વસાવા જવાબદાર, ચૈતર વસાવાના સાંસદ સામે સણસણતા આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Narmada news: મારા જેલવાસ પાછળ મનસુખ વસાવા જવાબદાર, ચૈતર વસાવાના સાંસદ સામે સણસણતા આક્ષેપ
સોર્સ : GSTV

દેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે સપાટી પર આવ્યો છે. આજે (26 સપ્ટેમ્બર) નર્મદા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં હાજરી આપ્યા બાદ ચૈતર વસાવાએ સીધો આરોપ લગાવ્યો કે તેમના 80 દિવસના જેલવાસ પાછળ સાંસદ મનસુખ વસાવાની ખોટી ફરિયાદ જવાબદાર છે. જેના જવાબમાં મનસુખ વસાવાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

App Store

ચૈતર વસાવાએ જેલવાસ પાછળ સાંસદને જવાબદાર ગણાવ્યા

જિલ્લા આયોજન બેઠકમાં હાજરી આપવા આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પરંતુ હું જેલમાંથી મુક્ત થયો એટલે તેમને બળતરા થાય છે." તેમણે વધુમાં કહ્યું કે, સાંસદ હોવા છતાં મનસુખ વસાવાએ ખોટી ફરિયાદ કરાવી, જેના કારણે તેમને 80 દિવસ જેલમાં રહેવું પડ્યું. આ સાથે જ તેમણે જિલ્લા વહીવટી તંત્ર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવાનો આક્ષેપ છે કે તંત્રએ તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોકોપયોગી કામોને બેઠકમાંથી કાઢી નાખ્યા છે. તેમણે જો લોકહિતના કામો નહીં થાય તો ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

મનસુખ વસાવાએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

ચૈતર વસાવાના આક્ષેપોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવા બે મોઢાની વાતો કરે છે. એક બાજુ તેઓ મને વડીલ ગણાવે છે અને બીજી બાજુ મારા પર જ ખોટા આરોપો મૂકે છે. તેમણે ચૈતર વસાવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ, મનસુખ વસાવાએ કહ્યું કે "મને કોઈ ફર્ક પડતો નથી કે ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા છે."

કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે: મનસુખ વસાવા

સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કલેક્ટરે તેમને આજની બેઠકમાં બોલાવ્યા નથી, કારણ કે કલેક્ટર ચૈતર વસાવા સાથે ભળેલા છે. તેમણે આ બેઠકને 'ગેરબંધારણીય' પણ ગણાવી હતી અને આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મનસુખ વસાવાએ કહ્યું કે તેઓએ કલેક્ટરને ફોન કરીને પણ જણાવ્યું છે કે તેમને ચૈતર વસાવાથી ડરવાની કે દબાણમાં આવવાની જરૂર નથી, અને કોઈ એક વ્યક્તિના કહેવાથી કામોને મંજૂરી આપવી જોઈએ નહીં. આમ, નર્મદા જિલ્લાના બે મોટા આદિવાસી નેતાઓ વચ્ચેનો આ વાદ-વિવાદ હવે જાહેરમાં આવ્યો છે, જેના કારણે જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.