VIDEO: શંકરસિંહ વાઘેલાના નિવેદન મુદ્દે લાલજી પટેલનો વિરોધ, અનામત પર સ્પષ્ટતા કરી
સોર્સ : gstv
સાગબારામાં શંકરસિંહ વાઘેલા દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદન મુદ્દે SPGના અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણાથી મહત્વની પ્રતિક્રિયા આપતાં આકરી નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, શંકરસિંહ બાપુ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હું તેમનો આદર કરું છું, પરંતુ આ કક્ષાના વ્યક્તિનું આવું નિવેદન બિલકુલ યોગ્ય નથી. કોઈ એક વર્ગને સારું લગાડવા કે સાચવવા માટે બીજા સમાજને નીચું દેખાડવાનું કામ ના કરવું જોઈએ. અમે ક્યારેય અનામત હટાવવાની માગ કરી નહોતી, પરંતુ ગરીબી રેખા નીચે જીવતા જરૂરિયાતમંદ લોકોના લાભની ચિંતા વ્યક્ત કરી હતી.

