Narmada news: આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધાનો અભાવ, ભાજપ સાંસદનો CMને પત્ર

સોર્સ : GSTV
ભરૂચ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સિંચાઇની સુવિધાનો અભાવ હોવાથી સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ગરુડેશ્વર, સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારમાં સિંચાઈના પાણી માટે આદિવાસીઓ વલખા મારી રહ્યા છે, ત્યારે તેઓને પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી.
વસાવાએ કહ્યું કે અગાઉના બજેટમાં પણ આદિવાસી વિસ્તારમાં સિંચાઇના પાણી માટે રજૂઆત કરી હતી. પરંતુ આ વખતના બજેટમાં જાહેરાત ન થતા આદિવાસીમાં ભારે નારાજગી છે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે કરજણ અને નર્મદા ડેમ માટે જે લોકોએ જમીનો આપી તેઓનો સિંચાઈ પર સૌથી પહેલો હક છે અને આજે તેઓને સિંચાઈનું પાણી મળતું નથી.

