VIDEO: દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું કોંગ્રેસમાંથી રાજીનામું
સોર્સ : gstv
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. મહેશ વસાવાએ અગાઉ પોતાનો બીટીપી પક્ષ સ્થાપ્યો હતો અને બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપ છોડ્યા પછી તેઓ તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા હતા. હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ફરી એકવાર દેડિયાપાડાની રાજનીતિમાં ચર્ચાઓ તેજ બની છે. તેમના આગામી રાજકીય પગલાં પર સૌની નજર ટકેલી છે.

