Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : Congress will not form an alliance with anyone in the local body elections

VIDEO: Narmada / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈની સાથે નહીં કરે ગઠબંધન; દક્ષિણ ગુજરાતના પ્રભારીનું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે મળેલી જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠકમાં પક્ષ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને સ્પષ્ટ કર્યું છે કે, આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ કોઈ પણ અન્ય પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં.

App Store

કેવડિયા કોલોનીમાં આયોજિત આ જિલ્લા કક્ષાની બેઠકમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન સંગઠનને મજબૂત કરવા અને આગામી રણનીતિ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના 30થી વધુ સક્રિય કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. દક્ષિણ ઝોનના પ્રભારી શ્રીનિવાસને જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં, પછી તે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા, કોંગ્રેસ કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરવાની નથી. અને એકલા હાથે જ કોંગ્રેસ ચૂંટણીઓ લડશે.