Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : BLO is being threatened by calling him to the Mamlatdar's office

Video: મામલતદાર કચેરીમાં બોલાવીને BLOને ધમકાવવામાં આવી રહ્યા છે; ચૈતર વસાવાએ કર્યા સણસણતા આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 19 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડેડીયાપાડા સહિત આખા રાજ્યમાં SIR ની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરીમાં BLO ને થતી હેરાનગતિ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારને આડે હાથ લઇ BLO ને થતી સમસ્યા જણાવી છે.

App Store

BLOને ધમકાવવામાં આવી રહ્યા છે

નર્મદા સહિત રાજ્યમાં SIR ની કામગીરીમાં BLO સાથે થઈ રહેલા દુર્વ્યવહાર મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વસાવાના જણાવ્યા મુજબ મામલતદાર કચેરીમાં બોલાવીને BLOને ધમકાવવામાં આવ્યા છે. ગેરહાજર BLO વિરુદ્ધ વોરંટ કાઢીને પોલીસ તેમને ઘરેથી ઉઠાવી રહી છે અને મામલતદાર કચેરીમાં હાજર કરી રહી છે.

પહેલા તમામ કર્મચારીઓને સરકારી કાર્યક્રમોમાં લગાવવામાં આવ્યા અને હવે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની અમને ફરિયાદ મળી છે. જ્યાં ફક્ત એક જ શિક્ષક છે એ શિક્ષક BLOની કામગીરી કઈ રીતે કરી શકશે? તે પ્રશ્ન ઉભો થયો છે. આંગણવાડી કર્મચારી BLOની કામગીરી કરશે તો બાળકોને સંભાળવાની જવાબદારી કોની? તેમ પણ આપ ધારાસભ્યએ જણાવ્યું છે.