Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : BJP, Congress and AAP workers together stole government foodgrains worth 3 lakhs

NARMADA : ભાજપ, કોંગ્રેસ અને AAP કાર્યકરોએ સાથે મળીને 3 લાખનું સરકારી અનાજ સગેવગે કર્યું, 8 સામે નોંધાયો ગુનો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2024
લાઇવ ટીવીGoogle News
NARMADA : ભાજપ, કોંગ્રેસ અને AAP કાર્યકરોએ સાથે મળીને 3 લાખનું સરકારી અનાજ સગેવગે કર્યું, 8 સામે નોંધાયો ગુનો

NARMADA NEWS : નર્મદા જિલ્લામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું છે જેમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારોના નામ ખુલ્યા છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદેદારોના નામ બહાર આવ્યા છે. સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું તે ગોડાઉન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ  શૈલેન્દ્રસિંહ વસાવાએ ભાડે લીધું હતું.

App Store

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું હતું, જેની તપાસમાં ચોંકાવનારા નામો બહાર આવ્યા છે. ચૂંટણી સમયે આમને સામને રહેતા રાજકીય પાર્ટીના લોકો ધંધોતો સાથે મળીને જ કરતા હોય છે. અનાજ કૌભાંડમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો-હોદ્દેદારો એક સાથે કામ કરતા હોય એવો કિસ્સો બહાર આવ્યો છે.

નર્મદા જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીના નામો ખુલ્યા હતા. જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે, બીજા 6 વોન્ટેડ છે. આ ભાગી ગયેલા 6 આરોપીમાં એક આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર, 2 કોંગ્રેસ પાર્ટીના જેમાં એક કોંગ્રેસનો જિલ્લા પંચાયતનો પૂર્વ સદસ્ય રહી ચુક્યો છે જ્યારે 1 ભાજપના સુરત જિલ્લાના કાર્યકર્તાની સંડોવણી બહાર આવી છે. 

શૈલેન્દ્રસિંહ વસાવા આમ આદમી પાર્ટી નો નર્મદા જિલ્લા નો ઉપપ્રમુખ છે. કોંગ્રેસના આનંદ વસાવા માજી નર્મદા જિલ્લા પંચાયત સભ્ય છે. દોલતભાઈ જે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે જ્યારે મનીષ શાહ બીજેપી સુરત જિલ્લાનો કાર્યકર્તા છે. કોંગ્રેસના દોલતભાઈની સાથે બીજા એક વ્યક્તિની  નર્મદા પોલીસે ધરપકડ કરી છે, જયારે બીજા 6 લોકોની શોધખોળ ચાલુ છે. 

ખાનગી ગોડાઉનમાંથી 3 લાખની કિંમતનું 10 હજાર કિલો અનાજ સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે જેની સાથે કુલ 4 લાખ 58 હજારનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે જે સિઝ કરવમાં આવ્યો છે. 

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શુમ્બેએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પોલીસ કોઈ પણ દબાણમાં આવીને કામગીરી નહીં કરે. પોલીસ તેની કામગીરી કરશે અને આરોપીઓણે  પકડવા  5 ટિમો બનાવીને શોધખોળ ચાલુ કરી દીધી છે. આ અનાજ કૌભાંડમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હોદ્દેદારને છોડવામાં નહીં  આવે. સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું તે ગોડાઉન આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ  શૈલેન્દ્રસિંહ વસાવાએ ભાડે લીધું હતું.