VIDEO: સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા ડેમની જળ સપાટી 135.30 મીટરે પહોંચી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદની આવકને પગલે નર્મદા ડેમની જળસપાટી 135.30 મીટરે પહોંચી છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં 3,37367 ક્યુસેક પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં વધુ પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 3,95000 ક્યુસેક પાણીની આવક છે. નર્મદા ડેમના 23 ગેટ 2.2 મીટર ખોલવામાં આવ્યા છે.
42 ગામડાઓમાં એલર્ટ જાહેર
મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સિઝનમાં પહેલીવાર 15 ગેટ ખોલાયા
નર્મદા ડેમની વાત કરીએ તો ગઈકાલે સાંજે તેની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા.
કેટલું પાણી છોડવામાં આવ્યું?
હાલ ઉપરવાસમાંથી 480233 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000 ક્યૂસેક પાણી છોવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યૂસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યૂસેક વગેરે મળીને 345932 ક્યૂસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બંને કાઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

