અમરેલીની દિકરીને મળ્યો ન્યાય: 2019માં પાંચ આરોપીઓએ આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ, નરાધમોને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ગુજરાતમાં અમરેલીમાં વર્ષ 2019ના દુષ્કર્મ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટના વિશેષ ન્યાયાધિશ (પોક્સો) ડીએસ શ્રી વાસ્તવે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આરોપીઓને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોસ્કો) એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
પાંચ આરોપીઓએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું
પીડિતાને વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. પાંચ આરોપીઓએ સગીરા સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ સંબધ વધારીને સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદની સખ્ત સજા ફટકારી છે.
આજીવન કારાવાસની કેદની સજાના આરોપીઓ
ઈમરાન સૈયદા (30 વર્ષ)
યાહિયા લુલાનિયા (25 વર્ષ)
જાવેદ પઠાણ (27 વર્ષ)
અસગર મજેઠીયા (27 વર્ષ)
અરબાઝ ભટ્ટી (24 વર્ષ)
રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ આ ઘટના મામલે ટ્વિટ પણ કર્યું હતું કે અમરેલીની પુત્રીને ન્યાય મળ્યો છે. હવે સગીરા સાથે દુર્વ્યવહાર કરતા ગુનેગારો સો વખત વિચાર કરશે.
પરિવારે આ મામલે જેતે સમયે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈને આરોપીઓને દબોચવા માટે ટીમની નિમણૂંક કરી હતી. અમરેલી પોલીસે ગુનોં નોધીને મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારે બીજી તરફ આ પાંચેય આરોપીએને દબોચીને જેલ હવાલે કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા.

