ટીકીટ કપાયા બાદ સાંસદ નારણ કાછડીયાની પોસ્ટ વાયરલ, ‘કોઈ તમારા સાથે કપટ કરે તો પણ હસતા રહેશો’: કોના તરફ ઈશારો?

લોકસભા 2024ના ઉમેદવારોના નામો જાહેર કરાયા બાદ પક્ષોમાં અસંતોષ સતત સામે આવી રહ્યો છે. હાલ ભાજપમાં સાબરકાંઠા, વડોદરા, વિજાપુર, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ભાજપના કાર્યકરોની નારાજગી યથાવત છે. ત્યારે આ વચ્ચે અમરેલીના સાંસદ નારણ કાછડીયાની એક પોસ્ટ ભારે ચર્ચામાં આવી છે.
ટીકીટ કપાયા બાદ એક પોસ્ટને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા
હાલમાં જ તેમની ટીકીટ કપાયા બાદ એક પોસ્ટને લઇને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ગીતામાં લખેલી એક વાતને સંદર્ભલ રાખીને પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ‘સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભુ હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મૂર્ખાઓનુ ટોળું હશે પરંતુ સત્યની હંમેશા જીત થશે.’
કાછડીયાનો કોના તરફ ઈશારો છે તેને લઈને પણ ચર્ચા
એક પોસ્ટમાં કોઈ તમારા સાથે કપટ કરે તો પણ હસતા રહેશો તેવી પોસ્ટ પણ વાયરલ થઈ છે, રાજકીય માહોલ વચ્ચે કાછડીયાનો કોના તરફ ઈશારો છે તેને લઈને પણ ચર્ચા છે.

