Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Women's handball competition organized in Halvad, Morbi, Junagadh team becomes champion!

VIDEO: મોરબીના હળવદમાં મહીલા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન, જુનાગઢની ટીમ બની ચેમ્પિયન!

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબીના હળવદમાં આસ્થા સ્પિનટેક્ષ દ્વારા મહીલા હેન્ડબોલ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી 16 ટીમોએ ભાગ લીધો હતો. સૌપ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગની ટુર્નામેન્ટની શરૂઆત હળવદમાં કરવામાં આવી, જેમાં નેશનલ લેવલના 270 જેટલા મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

App Store

કોણે કરી મહિલા હેન્ડબોલ લીગની શરુઆત?

હળવદમાં ઉમા કન્યા છાત્રાલય ખાતે સૌપ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ ડે એન્ડ નાઇટ  ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ભરમાંથી 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 3 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં ફાઇનલ જુનાગઢ અને ભાવનગર વચ્ચે ભારે રસાકસીલ જોવા મળી હતી. 

જુનાગઢની ટીમનો થયો વિજય

હળવદમાં યોજાયેલી આ મહિલા હેન્ડબોલ ટુર્નામેન્ટમાં જૂનાગઢની ટીમે 35 ગોલ કર્યા હતા, ભાવનગરે 28 ગોલ કર્યા હતા. જુનાગઠ 7 ગોલથી ચેમ્પિયન થયું હતું,
ચેમ્પિયન ટીમને સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરો, આસ્થા સ્પિનટેક્ષના એમડી જશુભાઈ પટેલ, દિવ્યાંગ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.