Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: The battle of the Dandiya classes against the Patidar community,

VIDEO: દાંડિયા ક્લાસિસ વિરુદ્ધ પાટીદાર સમાજની જંગ, મોરબીની જનક્રાંતિ સભામાં શેરી ગરબાને અપાયું પ્રોત્સાહન

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના મોરબી શહેરમાં રવાપર ચોકડી પાસે પાટીદાર જન ક્રાંતિ સભા યોજાઈ હતી. જન ક્રાંતિ સભામાં પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. સભામાં  સામાજિક દૂષણ બાબતે લોકોને જાગૃત કર્યા હતા સાથે સાથે શેરી ગરબા કલ્ચર તરફ વળવા લોકોને આહ્વાન કર્યું હતું.

App Store

 વ્યાજખોરોનો ત્રાસ, ડિસ્કો દાંડિયા, અસમાજીક તત્વોની દાદાગીરી સહિતના મુ્દ્દાઓ ઉઠ્યા

તો બીજી તરફ આ જનસભામાં વ્યાજખોરોનો ત્રાસ, ડિસ્કો દાંડિયા, અસમાજીક તત્વોની દાદાગીરી સહિતના મુ્દ્દાઓ ભારે ચર્ચામાં રહ્યા હતા. ડિસ્કો દાંડિયાની પાછળ ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓના દુષણને ડામવા જનસભાનું આયોજન કરાયું હતું જેમાં સ્વયંભૂ પાટીદાર સમાજના હજારોની સંખ્યામાં જનમેદની જોડાઈ હતી. 

મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે ખડેપગે હોવાનું અને અડધી રાત્રે ફોન કરવા લોકોને જણાવ્યું 

 તો બીજી તરફ  મોરબી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સમાજ માટે ખડેપગે હોવાનું અને અડધી રાત્રે ફોન કરવા લોકોને જણાવ્યું હતું અને મોરબીમાં કોઈ પણ વેપારીને પરેશાન કરવા કે સિડી ઉતારી બ્લેકમેઇલ કરવાની હિંમત ન કરે અને ભુતકાળમાં આવી રીતે બ્લેકમેઇલ કરાયાં છે એટલે પાટીદાર સમાજ સંગઠીત રહેવા આહ્વાન કર્યું હતું.

ટોપિક્સ:morbigujaratgstv