Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : VIDEO: Horrific fire breaks out in electricity substation in Pipli village of Morbi

VIDEO: મોરબીના પીપળી ગામે વીજ સબ સ્ટેશનમાં લાગેલી ભયાનક આગ આવી કાબૂમાં

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીના પીપળી ગામે સ્થિત વીજ સબ-સ્ટેશનમાં લાગી આવેલી આગ અંતે કાબુમાં આવી છે. મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવાયો હતો. માહિતી મુજબ, આગ બુઝાવવા માટે 4 ફાયર ફાઇટર ટીમોએ લગભગ 6 કલાક સુધી સતત પ્રયત્નો કર્યા હતા.

App Store

આગ એટલી વિકરાળ હતી કે આખા વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા

આગ એટલી વિકરાળ હતી કે આખા વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે સબ-સ્ટેશનના સાધનો અને માળખાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. આગનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ટોપિક્સ:firegstvgujarati