VIDEO: હળવદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત વચ્ચે નાયરાના પેટ્રોલ પંપ પર મધ્યરાત્રિએ પડાપડીના દ્રશ્યો સર્જાયા
સોર્સ : gstv
હળવદ પંથકમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત વચ્ચે ઘનશ્યામગઢ રોડ પર આવેલા નાયરાના પેટ્રોલ પંપ પર મધ્યરાત્રિએ પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા. પંપ બહાર વાહનો અને ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી. વરસાદ પહેલા ખેતીકામ માટે ડીઝલ ખૂબ જ જરૂરી હોવાથી ખેડૂતો કલાકો સુધી લાઈનોમાં ઊભા છે.આક્ષેપ છે કે પંપ પર જથ્થો હોવા છતાં સામાન્ય ખેડૂતોને આપવાને બદલે માનીતા લોકોને બેરલો ભરીને ડીઝલ અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે પુરવઠા વિભાગને જાણ કરવાનો પ્રયાસ કરાતા જવાબદાર અધિકારીએ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો.

