VIDEO: મોરબીમાં AAP નેતાને સવાલ કરતા યુવાનને ઉશ્કેરાયેલા કાર્યકર્તાએ લાફો ઝીંક્યો
મોરબીના રાજનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ એક ઘટનામાં ભરત ફૂલતરીયા નામના યુવક પર હુમલો થયો હોવાનો આરોપ છે. ભરત ફૂલતરીયાએ મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું કે સ્ટેજ પર બેઠેલા નેતાઓના ઇશારે તેમની સાથે મારપીટ કરવામાં આવવાની ઘટના સામે આવી છે.
ભરત ફૂલતરીયા તેમના પરિવાર સાથે ફરિયાદ નોંધાવી
તેમણે એમ પણ જણાવ્યું કે તેમણે કોઈ નશો નથી કર્યો અને તેઓ મેડિકલ તપાસ માટે પણ તૈયાર છે. આ ઘટના અંગે મોડી રાત્રે ભરત ફૂલતરીયા તેમના પરિવાર સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભરત ફૂલતરીયાની અરજીના આધારે મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાવ્યો
આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે, અને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક સમાજમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ છે. આપની આવી વર્તણૂકને લઈને પાર્ટીની બિનસાંપ્રદાયિક અને લોકશાહી છબિ પર સવાલો ઉભા થયા છે.

