Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Teacher caught drunk at school in Morbi, students accused of beating him up

Video: મોરબીમાં ચાલુ શાળાએ શિક્ષક નશાની હાલતમાં ઝડપાયા, વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મોરબી શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના મોરબીના આદરણા ગામે સામે આવી છે. અહીંની પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ પરમાર ચાલુ શાળાએ નશાની હાલતમાં અને દારૂની બોટલ સાથે ઝડપાયા છે. આ નશાખોર શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. આ અંગેની ફરિયાદ આદરણા મહિલા સરપંચના પતિ નિતેશ ચાવડાએ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસ મથકે દારૂ પીધેલા શિક્ષક સામે ગુનો દાખલ થયો છે. નશાની હાલતમાં શિક્ષક દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.  શિક્ષક વારંવાર નશો કરતો હોવાનું નિવેદન વિદ્યાર્થી દ્વારા આપવામાં આવ્યું છે. 

App Store