VIDEO: Morbi મહાપાલિકા માટે ભાજપની ટિકિટની ફાળવણી પહેલા જ વિરોધનો સૂર, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv
મોરબી મહાપાલિકાની ચૂંટણીના સત્તાવાર નામો જાહેર થાય તે પહેલા જ વોર્ડ નંબર 3માં ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. ઓબીસી અનામત બેઠક પર કોઈ બહારના આયાતી ઉમેદવારને ટિકિટ ન આપવા સ્થાનિક કાર્યકરોએ માંગ કરી છે. આ મામલે શહેર, જિલ્લા અને પ્રદેશ ભાજપમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ બેઠક માટે સ્થાનિક પાંચ કાર્યકરોએ ટિકિટ માંગી છે, ત્યારે પક્ષના નિર્ણય પર સૌની નજર ટકેલી છે.

