VIDEO: મોરબી પોલીસ સવાલોના ઘેરામાં, આખી રાત પરિણીતાને બેસાડી પોલીસ સ્ટેશનમાં
મુખ્યમંત્રીના આગમન પહેલા જ મોરબી પોલીસની બેદરકારી સામે આવી. 3 વર્ષ બાદ સાસરે આવેલ પરિણીતાને ઘરેથી પોલીસ સ્ટેશન લઈ જઈ આખી રાત બેસાડી રાખવામાં આવી. અમરેલી પાયલ ગોટીના કેસને મોરબી પોલીસે ફરી એકવાર રીપીટ કર્યો છે. મોરબી પોલીસે ભાજપના આગેવાનના ઇશારે મહિલાને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખી હેવાનુ જાણવામાં આવ્યું છે.
મોરબી એ ડીવીઝન પોલીસની વિવાદીત કાર્યવાહી
મોરબી ડીવાયએસપી દલવાડી સાહેબ, એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલ અને પી.એસ.આઇ સોંદરવા દ્વારા મહિલાને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. મહિલાએ વારંવાર પોલીસને કહ્યું કે, "મને ઘરે જવા દો" પરંતુ પોલીસે મહિલાને આખી રાત બેસાડી રાખ્યા તે છતાં હજુ પણ તે મહિલા પોલીસ સ્ટેશનમાં જ છે. એક તરફ સરકાર વાત કરી રહી છે કે, મહિલાની સુરક્ષા માટે કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે પરંતુ કાયદાના રક્ષકો જ મહિલાઓ પર ખોટી રીતે કાર્યવાહી કરકતા જોવા મળી રહ્યા છે. મહિલાને પોતાના જ ઘરેથી પોલીસ બળજબરીથી પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી અને ત્યાર બાદ તેને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા.
સાસરિયા સાથેના મન દુઃખમાં પેલીસ વચેટીયાની ભૂમિકામાં
સાસરિયા સાથે ચાલતા મનદુઃખમાં પોલીસની વચેટીયા જેવી ભૂમિકાથી આશ્ચર્યની ભાવના જોવા મળી રહી છે. પોલીસની આવી કામગીરીને કારણે નિધિ આઘારા નામની પરિણીતાએ કારણ વિના જ આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી છે. જેને કારણે મોરબી પોલીસ પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

