VIDEO/ Morbi: ભાજપ પાસે બહુમતી છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે, ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ!
સોર્સ : GSTV
મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૨૪ માંથી ૧૭ બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ સત્તા હાંસલ કરી છે. જોકે, આ વખતે પંચાયતમાં એક રસપ્રદ અને અનોખું રાજકીય સમીકરણ જોવા મળ્યું છે. પ્રમુખપદ એસ.ટી. અનામત હોવાને કારણે અને ભાજપ પાસે આ કેટેગરીના સભ્ય ન હોવાથી, કોંગ્રેસના ગીતાબેન દુબરીયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
બીજી તરફ, ઉપપ્રમુખ તરીકે ભાજપના ખાનપર બેઠકના સદસ્ય વિજયભાઈ ગરચરની નિમણૂક કરવામાં આવી છે. બહુમતી સત્તાધારી ભાજપ પાસે છે અને પ્રમુખપદ કોંગ્રેસ હસ્તક છે, ત્યારે આગામી સમયમાં જિલ્લા પંચાયતનું સંચાલન અને વિકાસકામો કેવી રીતે થશે તે સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

