MORBI / ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં મોરબી સેશન્સ કોર્ટે જયસુખ પટેલને આ 7 અઘરી શરતો પર આપ્યાં જામીન

Morbi bridge collapse કેસમાં મોરબી સેશન્સ કોર્ટે જયસુખ પટેલને બે અઘરી શરતો પર જામીન આપ્યાં છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 14 મહિનાથી જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે સેશન્સ કોર્ટ દ્વારા શરતો અને જામીનગીરી જમા કરવા અંગે આજે ટ્રાયલ ચાલી હતી.
મોરબી સેશન્સ કોર્ટે જયસુખ પટેલને આ 7 અઘરી શરતો પર જામીન આપ્યાં છે :
- એક લાખ રૂપિયાના જામીન
- રહેઠાણનો પુરાવો આપવો, રહેઠાણ બદલવા પર કોર્ટેને જાણ કરવાની રહેશે.
- આ કેસના કોઈ સાક્ષીઓને ધમકાવવા નહીં
- આ કેસમાં પુરાવાઓ સાથે કોઈ ચેડા ન કરવા
- પસપોર્ટ કોર્ટમાં જમા કરાવી દેવો.
- ભારત બહાર જવું હોય તો કોર્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે
- કોર્ટ મુદત સિવાય જ્યાં સુધી ટ્રાયલ ચાલે ત્યાં સુધી મોરબી જિલ્લાની હદની બહાર રહેવાનું
મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા ટ્રાયલ ચાલતા સરકારી વકીલ સંજયભાઈ સી. જાનીએ કોર્ટ સમક્ષ ઝુલતા પુલ દુર્ઘટનાનું વર્ણન કર્યું હતું તેમજ ઘટના બાદ આરોપી ત્રણ મહિના ફરાર રહ્યા હોવાનું અને તેમના વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ અને લુકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોવાનું જણાવી આરોપી મોરબી સીટી વિસ્તારમાં ન પ્રવેશે અને પાસપોર્ટ કોર્ટમાં જમા લેવા જણાવ્યુ હતું.
જયસુખ પટેલના વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે તેના અસીલ એક ઉદ્યોગકાર હોવાથી તેઓ ફરાર નહિ થાય. આ ઉપરાંત કોર્ટ જે પણ શરત મૂકશે તે મંજૂર રહેશે. જોકે કોર્ટ વ્યાજબી શરત મૂકે તેવી દલીલ કરી હતી.
મોરબી કોર્ટે જયસુખ પટેલનો પાસપોર્ટ જમા લીધો હતો. આ ઉપરાંત કેસની ટ્રાયલ ચાલે ત્યાં સુધી મોરબીમાં પ્રવેશ નહિ કરવા પણ શરતો મૂકી હતી. આ ઉપરાંત જામીનગીરી પેટે રૂ.1 લાખ જમા કરાવવા આદેશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 14 માસથી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર થતા આજરોજ તેઓને મોરબી કોર્ટમાં સુનાવણી બાદ રેગ્યુલર જામીન મળ્યા હતા. જોકે સમગ્ર મામલે મીડિયાકર્મીઓ જયસુખ પટેલનું કવરેજ ન લઈ શકે એમ જયસુખ પટેલને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

