Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Machhu-2 Dam was completely filled in just 24 hours!

VIDEO: મચ્છુ-૨ ડેમ માત્ર ૨૪ કલાકમાં સંપૂર્ણ ભરાયો!

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીની જીવાદોરી સમાન ૩૧૦૪ એમસીએફટીની ક્ષમતા ધરાવતો વિશાળ મચ્છુ-૨ ડેમ ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદને કારણે માત્ર ૨૪ કલાકમાં સંપૂર્ણ ભરાઈ ગયો છે. જળાશયમાં સતત થઈ રહેલી ૧૮,૫૭૮ ક્યુસેક પાણીની વિપુલ આવક સામે એટલો જ જળજથ્થો નદીમાં છોડવામાં આવી રહ્યો છે. પાણીની વધતી આવકને પહોંચી વળવા માટે ડેમના ૪ દરવાજા ૭ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. મચ્છુ-૨ ડેમ છલકાતાં અને નદીમાં સતત પાણી છોડાતું હોવાના કારણે મોરબી અને માળિયા તાલુકાના કુલ ૨૯ જેટલા નીચાણવાળા ગામોને કડક સાવચેતી સાથે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો પર ચોવીસે કલાક સઘન દેખરેખ રાખીને તમામ પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News