VIDEO: મોરબીના હળવદમાં ગમખ્વાર અકસ્માત: વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ટ્રક પાછળ ઘૂસી ગઈ, 8 બાળકો ઘાયલ
સોર્સ : gstv
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા નજીક દેવીપુર વિસ્તારમાં ખાનગી શાળાની બસ અકસ્માતનો ભોગ બની છે. વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી બસ આગળ ચાલી રહેલા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 8 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 6 વિદ્યાર્થીઓને ચરાડવા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત 2 વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

