VIDEO: મોરબીની 14 હજાર વીઘા જમીનમાં પાણીનો નિકાલ ન થતા પાક નિષ્ફળ
સોર્સ : gstv
મોરબીમાં ભારે વરસાદ બાદ ખેડૂતો માટે તારાજીની સ્થિતિ છે. ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ન ઓસરતા ઉભા પાકનો સોથ વળી ગયો છે. નવા નગડાવાસ ગામે વરસાદે વિરામ લીધો પણ ખેતરોમાંથી પાણી ઓસર્યાં નથી. ખેડૂતોએ કહ્યું કે ખેતરોમાં ઘૂટણસમા પાણી ભરેલા છે અને 14 હજાર વીઘા જમીનમાં વાવેતર નિષ્ફળ જવાની પૂરી સંભાવના છે. મજબૂરીમાં ખેતરોમાંથી પાણીના નિકાલ માટે ખેડૂતોએ મશીનથી મરણીયા પ્રયાસ શરૂ કર્યાં છે પરંતુ ખાસ કોઈ ફરત પડે એવી સ્થિતિ જણાતી નથી.

