VIDEO: હરિકૃષ્ણ ધામના સ્વામીના નિવેદન બાદ ચારણ સમાજમાં રોષ ભભૂક્યો, બફાટ બાદ માંગી માફી
હળવદના હરિકૃષ્ણ ધામના સ્વામીએ તેમના પ્રવચનમાં બફાટ કર્યો જેને લઈને વિવાદ સર્જાયો છે. જોકે વિવાદ વધારે વકરતા ભક્તિ હરિ સ્વામી દ્વારા વીડિયો બનાવીને લોકોને માફી માંગવામાં આવી છે. પરંતુ હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.ભક્તિ હરિ સ્વામી દ્વારા તેમના પ્રવચનમાં ચારણ માતાજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
સ્વામીએ પછી વીડિયો અપલોડ કરીને માફી માંગી
જેમાં તેમણે કહ્યું હતું કે ચારણબાઈએ મંત્રીને બાંધેલા પારાના હિસાબે દર્શન નહોતા આપ્યા. હળવદના રણજીતગઢ પાસે આવેલ હરિકૃષ્ણ ધામના સ્વામીનો આ વીડિયો હતો. જે વાયરલ થયો અને આ વીડિયોને લઈને પછી ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. જેથી સ્વામીએ પછી વીડિયો અપલોડ કરીને માફી માંગી હતી.

