Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : 30 maunds of rye suddenly disappeared from the marketing yard in one night,

હળવદ: માર્કેટિંગ યાર્ડમાંથી અચાનક એક રાતમાં 30 મણ રાઈ ગાયબ, ખેડૂતના માથે આભ તૂટ્યું

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2025
લાઇવ ટીવીGoogle News
હળવદ: માર્કેટિંગ યાર્ડમાંથી અચાનક એક રાતમાં 30 મણ રાઈ ગાયબ, ખેડૂતના માથે આભ તૂટ્યું

રાજ્યના હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી અચાનક એક જ રાતમાં ખેડુતની 30 મણ રાઈ ગાયબ થઈ ગયાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુંદરગઢના ખેડૂતે 291 મણ વે બ્રીજ યાર્ડમાં રાખી હતી. માર્કેટિંગ યાર્ડમાં હરાજી ચાલી રહી હતી. હરાજી પછી ખેડુતની રાઈ 260 મણ તોલાઈ હતી. જેમાંથી 1040 અને 1050માં ખેડુતની રાઈ માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીએ ખરીદી કરી હતી.

App Store

રાઈની બોરીઓ અચાનક મધરાત્રે ગાયબ થઈ

જોકે રાઈની બોરીઓ અચાનક મધરાત્રે ગાયબ થઈ ગઈ હતી. રાઈ ગાયબ થઈ જતા ખેડુતના માથે આભ તૂટી પડ્યું છે. રાઈ ક્યાં ગઈ તે મામલે તપાસ આદરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે CCTV પણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.