VIDEO: કડીમાં ટ્રકની ટક્કરે મહિલાનું મોત
સોર્સ : gstv
મહેસાણાના કડી તાલુકાના મેડા આદરજ ગામ પાસે બેફામ ટ્રકચાલકે એક્ટિવાને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો છે. એક્ટિવા પર જઈ રહેલા દંપતીમાંથી પત્ની રોડ પર પટકાતા ટ્રકના ટાયર નીચે આવી ગઈ હતી. ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પત્નીના મોતથી પતિ આક્રંદ સાથે હૈયાફાટ રુદન કરતા સમગ્ર ઘટનાસ્થળે કરુણ દૃશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે બાવળું પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

