VIDEO: ઊંઝાના ઐઠોર ગામે ફેક્ટરીમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: પોલીસ તપાસ શરૂ
સોર્સ : gstv
મહેસાણાના ઊંઝાના ઐઠોર ગામની ફેક્ટરીમાં બે જૂથ વચ્ચે ભારે મારામારી થતાં વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ફેક્ટરીમાં ગેરકાયદે પ્રવેશ કરીને કેટલાક લોકોએ મેનેજરને લાકડીઓથી માર માર્યો હતો. સામા પક્ષે લોકો પર ગાડી ચડાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ હિંસક ઘટના દરમિયાન પથ્થરમારો કરી લાકડી અને ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તોફાની તત્વોએ ફેક્ટરીના વાહનો અને ઓફિસમાં મોટાપાયે તોડફોડ કરી ડીઝલ પણ ઢોળી દીધું હતું. આ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધાતા ઉનાવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

