VIDEO: મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો, ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા
સોર્સ : GSTV
ગુજરાતના મહેસાણામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.ઉપરવાસમાંથી ડેમમાં 14 હજાર 461 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 5 હજાર 295 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.ધરોઈ ડેમ 84 ટકા સુધી પાણીથી ભરાઈ ગયું છે અને જળસપાટી 617 ફૂટે પહોંચી છે. પાણીનું સ્તર નિયંત્રિત રાખવાનો પ્રયાસ કરાયો છે.

