Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Mother took her last breath in front of her 20-year-old son, recklessly speeding dumper driver caused a horrific accident

VIDEO: 20 વર્ષીય પુત્રની સામે માતાએ લીધો અંતિમ શ્વાસ, બેફામ દોડતા ડમ્પર ચાલકે કર્યો ગમખ્વાર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના નાગલપુરથી મોઢેરા હાઇવે તરફ જતા રોડ પર બેફામ દોડતા એક ડમ્પર ચાલકે માતેલા સાંઢની જેમ ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. 20 વર્ષીય પુત્ર શિવમ પટેલ પોતાની માતાને સ્કૂટર પર બેસાડીને ધાર્મિક કથામાં મૂકવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમના વાહનને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે સ્કૂટર રોડ પર પલટી ખાઈ ગયું હતું અને એક્ટિવા પાછળ સવાર સ્કૂટર ચાલકની માતા સીધા ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પુત્રનો આબાદ બચાવ થયો હતો. આ હૃદયદ્રાવક ઘટના અંગે મહેસાણા બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store