Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: MEHSANA/ Fire broke out in vehicles, brought under control by using 14,000 liters of water

VIDEO: MEHSANA/ ગાડીઓમાં આગ ફાટી નીકળી, 14,000 લિટર જેટલા પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના નાગલપુર હાઈવે પર આવેલ સ્ટાર લાઈન કાર્સના સર્વિસ વર્કશોપમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. વર્કશોપમાં રાખવામાં આવેલ પેઇન્ટ અને ગાડીઓમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

App Store

ફાયર વિભાગે આશરે 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ફાયટરોની સમય સૂચકતાને કારણે વર્કશોપમાં રહેલી અન્ય 4 કારને બળીને ખાખ થતા બચાવી લેવાઈ હતી. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને નોંધપાત્ર નુકસાન થયું હતું.