VIDEO: મહેસાણામાં લઘુત્તમ વેતનની માંગ સાથે વીસી મંડળની બેઠક યોજાઈ, જંતર મંતર આંદોલનની ચીમકી
સોર્સ : gstv
મહેસાણા તાલુકા ખાતે વીસી ઈ-ગ્રામ મંડળની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં લઘુત્તમ વેતન મેળવવાની મુખ્ય માંગણી પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા વીસી ઓપરેટરો સરકારની તમામ યોજનાઓના કામો નિષ્ઠાપૂર્વક કરે છે, તેમ છતાં તેમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. આ ઉપરાંત તેમને માત્ર નહિવત કમિશન આપવામાં આવે છે અને તે પણ સમયસર ચૂકવવામાં ન આવતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યકક્ષાએ આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. જો આગામી સમયમાં તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો રાજ્યના તમામ વીસી કર્મચારીઓ દિલ્હીના જંતર મંતર ખાતે અહિંસક આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

