Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Three people riding in a rickshaw were thrown from their seats after being hit by a ST

Mehsana news: એસટીની અડફેટે રીક્ષામાં સવાર ત્રણ લોકો ફંગોળાયા, એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana news: એસટીની અડફેટે રીક્ષામાં સવાર ત્રણ લોકો ફંગોળાયા, એકનું મોત
સોર્સ : GSTV

Mehsana news: મહેસાણા જિલ્લાના વિસનગર-વડનગર રોડ પર એસટી બસે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જયારે બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

App Store

વિસનગર-વડનગર રોડ એક રીક્ષા શાકભાજી ભરીને મહેસાણાથી વડનગર તરફ જઈ રહી હતી. ત્યારે સામે બાજુથી પૂરપાટ ઝડપે આવતી અને અમદાવાદ જઈ રહેલી એસટી બસે રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જે પૈકી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે ખસેડાઇ હતી.  અકસ્માત બાદ પોલીસે ઘટનાસ્થળથી ટ્રાફિકને હળવો કર્યો હતો.