Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : The ordinary meeting of the Mehsana Municipal Corporation ended in a matter of seconds, with heavy protests and commotion by the Congress

VIDEO: મહેસાણા મહાનગરપાલિકાની સાધારણ સભા માત્ર સેકંડોમાં સમેટાતા કોંગ્રેસનો ભારે વિરોધ અને હંગામો

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા મહાનગરપાલિકાની સાધારણ સભામાં આજે ભારે વિરોધ અને હંગામો જોવા મળ્યો હતો, જ્યાં માત્ર ગણતરીના સેકંડોમાં જ સભા સમેટી લેવામાં આવતાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. સભામાં ચર્ચા કરવાને બદલે શાસક પક્ષ દ્વારા એક જ વાક્યમાં ૧ થી ૨૭ જેટલા તમામ મુદ્દાઓ સટાસટ મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને તુરંત જ રાષ્ટ્રગીત શરૂ કરી દેવાયું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોએ આ મનસ્વી નીતિ સામે સભાખંડમાં જ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે જ રાષ્ટ્રગીત પૂર્ણ થતાં જ મેયર અને ડેપ્યુટી મેયર રવાના થઈ ગયા હતા. રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ આક્રોશે ભરાયેલા કોંગ્રેસના સભ્યોએ મેયર અને ડેપ્યુટી મેયરને ઘેરીને ભારે વિરોધ દર્શાવ્યો હતો.

App Store