VIDEO: ૩૦%થી ઓછી વેરા વસૂલાત કરનાર તલાટીઓ સામે લાલઆંખ, વહીવટી આલમમાં ફફડાટ
સોર્સ : gstv
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં વેરા વસૂલાતમાં નિષ્કાળજી દાખવનાર તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકાની કુલ ૧૧૧ ગ્રામ પંચાયતોમાંથી જે ગામોમાં વેરા વસૂલાત ૩૦ ટકાથી પણ ઓછી રહી છે, તેવી ૪૩ ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓને સત્તાવાર નોટિસો ફટકારવામાં આવી છે. સરકારી ચોપડે વેરાની કામગીરીમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે એકસાથે ૪૩ નોટિસો અપાતા તાલુકાના તલાટી આલમમાં ભારે સન્નાટો અને ફફડાટ વ્યાપી ગયો છે. TDOની આ લાલઆંખ બાદ આગામી દિવસોમાં પંચાયતોમાં વેરા વસૂલાતની ઝુંબેશ વધુ તેજ બને તેવી શક્યતા છે.

