ઈન્દ્રશિલ યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહમાં રાજીવ મોદીની અચાનક તબિયત બગડી, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ

મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. જ્યા તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. જે બાદ તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા
મહત્ત્વનું છે કે ત્રણ દિવસથી નાદુરસ્ત તબિયત હોવા છતાં રાજીવ મોદીએ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાજીવ મોદી ઘણા સમયથી બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં છે. ઈન્દ્રશિલ યુનિવર્સિટીમાં 278 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મુકાયો હતો
યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ રાજીવ મોદી દ્વારા સમારોહને ખુલ્લો મુકાયો હતો. ત્યાર બાદ આ ઘટના બની હતી. રાજીવ મોદી ઘણા સમયથી બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં ચર્ચામાં રહ્યા છે. ચાલુ સમારોહમાં તબિયત લથડતા તેઓને ઊંચકી ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

