Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Prices rise in wholesale market as new onion revenue delayed

VIDEO: નવી ડુંગળીની આવક મોડી થતાં હોલસેલ માર્કેટમાં ભાવ વધ્યા

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છેલ્લા 25 દિવસમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં કિલોદીઠ રૂ.10નો વધારો નોંધાયો છે. અગાઉ રૂ.20થી રૂ.35માં મળતી ડુંગળી હવે રૂ.40થી રૂ.45 સુધી પહોંચી છે. ભાવ વધારા પાછળ નવી ડુંગળીની આવક એક મહિનો મોડી થવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં જૂની ડુંગળીનો સ્ટોક ઓછો થયો છે, જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતો વધુ ભાવની આશાએ માલ રોકી રહ્યા છે. દર વર્ષે જૂની અને નવી ડુંગળી વચ્ચે દોઢથી બે મહિનાનો ગેપ રહે છે. આગામી દિવસોમાં ભાવમાં વધુ રૂ.5નો વધારો થઈ શકે છે. જોકે, નવી આવક શરૂ થતાં આગામી દોઢ મહિનામાં ડુંગળીના ભાવ ફરી નિયંત્રણમાં આવવાની વેપારીઓને આશા છે

App Store