Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : One dies, 6 injured as wall of under-construction building collapses in Kadi

Video: કડીમાં નિર્માણાધિન મકાનની દિવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત, 6 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના કડી શહેરના ભવપુરા વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે બાજુના એક જર્જરિત મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં દીવાલના કાટમાળ નીચે 7 શ્રમિકો દટાયા હતા. જેમાં એકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

App Store

એક શ્રમિકનું મોત, 2 ની હાલત ગંભીર

મળતી માહિતી અનુસાર, બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને કાટમાળ નીચે દબાયેલા તમામ 7 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ ઘાયલોની સારવાર શરૂ કરી હતી, પરંતુ કમનસીબે 7 મજૂરો પૈકી એક શ્રમિકને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. મૃતક મજૂરની ઓળખ કડીના લક્ષ્મીપુરામાં રહેતા ઠાકોર જગદીશજી અભુજી (ઉંમર 32 વર્ષ) તરીકે થઈ છે. જ્યારે રમેશ પ્રજાપતિ, વિપુલ પ્રજાપતિ, સુરેશ ઠાકોર, શૈલેષભાઈ ઠાકોર, ચમનભાઈ ઠાકોર અને વિજયજી ઠાકોરની સારવાર ચાલી રહી છે, જેમાંથી બે મજૂરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના મજૂરોને પણ ઈજાઓ પહોંચી છે. કડી પોલીસે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દુર્ઘટના કયા સંજોગોમાં થઈ તેની તપાસ શરૂ કરી છે. મૃતક મજૂરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.