Video: વિજાપુર તાલુકામાં ફ્રિજમાં થયો પ્રચંડ બ્લાસ્ટ, પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે. ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રિજ બ્લાસ્ટ થયું હતું, જેમાં પિતા-પુત્ર ગંભીર રીતે દાઝ્યા છે જયારે પત્નીને સામાન્ય ઈજા થઇ છે.
રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટ્યા
પ્રાપ્ત માહિતી મુજબ વિજાપુર તાલુકાના જેપુર ગામે ફ્રિજ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસ ચાલુ કરતા જ રસોડામાં ધડાકાભેર ફ્રિજ બ્લાસ્ટ થતા પિતા ગીરધરભાઈ પટેલ અને પુત્ર મૌલિક પટેલ ગંભીર રીતે દાઝ્યા હતા, જયારે પત્નીને સામાન્ય ઇજા થઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે રસોડાના બારી-દરવાજાના કાંચ તૂટ્યા હતા, સાથે જ ઘરવખરીને પણ નુકસાન થયું હતું.
ઘટના બાદ પાડોશીઓએ તાત્કાલિક દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝેલા પિતા-પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બ્લાસ્ટ થવાનું શું કારણ હતું? તેની તપાસ કરી રહી છે. ફ્રિજ બ્લાસ્ટના પગલે જેપુર ગામના આંબાવાડીયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.

