VIDEO: હાઈવે પર કાળમુખો અકસ્માત: રણુજાથી પાછા ફરતા ૫ મિત્રો ઘાયલ, ડ્રાઈવરનું મોત
સોર્સ : gstv
મહેસાણા-અમદાવાદ હાઈવે પર ચાંદરડા પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. રણુજા દર્શન કરીને અંકલેશ્વર પરત ફરી રહેલા મિત્રોની ઈકો ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે સવાર અન્ય પાંચ મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે નંદાસણ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

