VIDEO: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક થતા સપાટી 184.87 મીટરે પહોંચી
સોર્સ : gstv
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે, જ્યાં ઉપરવાસમાંથી હાલ 6,944 ક્યુસેક પાણી આવી રહ્યું છે. તાજેતરની માહિતી અનુસાર ડેમની વર્તમાન જળસપાટી 184.87 મીટર એટલે કે 606.54 ફૂટે પહોંચી છે, જેની સાથે જ ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 49.37 ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે. રાહતની વાત એ છે કે હાલમાં ડેમમાંથી કોઈ પણ પ્રકારનું આઉટફ્લો એટલે કે પાણી છોડવામાં આવી રહ્યું નથી, જેમાં સ્પિલવે, બીપીઓ તેમજ ડાબા અને જમણા કાંઠાની કેનાલો સંપૂર્ણપણે બંધ છે. છેલ્લા એક કલાકમાં વરસાદ થંભી ગયો છે, પરંતુ સિઝનનો કુલ વરસાદ 315 મિલીમીટર નોંધાઈ ચૂક્યો છે. પાણીની સતત આવકને પગલે તંત્ર દ્વારા ડેમની જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

