VIDEO: વારાણસીથી વડનગર સેવા યાત્રાનું ભવ્ય આગમન
સોર્સ : gstv
મહેસાણાના વડનગરમાં વારાણસીથી નીકળેલી ઐતિહાસિક ‘સેવા યાત્રા’નું મંગલ આગમન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસીથી પ્રસ્થાન કરેલા અંદાજે 500 જેટલા યુવા બાઈકર્સ વડનગર પહોંચ્યા હતા. વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસીથી તેમના જન્મસ્થળ વડનગર સુધીની આ યાત્રા સેવા અને ભક્તિનો અનોખો સંગમ બની હતી. માર્ગમાં બાઈકર્સ દ્વારા વિવિધ સ્થળોએ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ‘સેવા પરમો ધર્મ’નો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.

