Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Governor Acharya Devvratji's visit to Saduthala

VIDEO: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સદુથલા મુલાકાત

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ રાત્રિ રોકાણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજીને આત્મીય લોકસંવાદ સાધ્યો હતો. આ દરમિયાન તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને બાળકોને શિક્ષિત તથા સંસ્કારી બનાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. પ્રાથમિક શાળા ખાતે રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે તેમણે લોકો સાથે યોગાભ્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

App Store