પશુપાલકો માટે ખુશખબર : દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં કર્યો વધારો

મહેસાણા જિલ્લામાં સ્થિત દૂધસાગર ડેરીએ પશુપાલકોને ગૂડ ન્યૂઝ આપ્યા છે. દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે.
દૂધસાગર ડેરીએ આજે દૂધ ઉત્પાદકોના દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા દૂધના ભાવ કિલો ફેટે 810થી વધારી 820 રૂપિયા કરવામાં આવ્યા છે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાનો 5 લાખ પશુપાલકોને લાભ મળશે.
ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો
તમને જણાવી દઈએ કે, દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં દૂધના ભાવમાં 13મી વખત વધારો કરવામાં આવ્યો છે. અશોક ચૌધરી ડેરીના ચેરમેન બન્યા ત્યારે કિલો ફેટે દૂધના ભાવ 650 રૂપિયા હતા. જેમાં તબક્કાવાર વધારો કરીને હાલ 820 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એટલે કે, ત્રણ વર્ષના સમયમાં દૂધના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે.

