VIDEO: વિજાપુરમાં નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું: એચડીએફસી બેંકના મશીને પકડી પાડી પાંચસોની નકલી નોટો
સોર્સ : gstv
મેસાણાના વિજાપુરમાં આવેલી HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા ૫૦૦ ના દરની ૨૬ નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. શેરબજાર અને વ્યાજખોરોના દેવામાં ડૂબેલા વિસનગરના અવિ ભાખરીયા અને તેના મિત્રોએ લેણદારોને ચૂકવવા માટે આ નકલી નોટોનું ષડયંત્ર રચ્યું હતું….આ રેકેટના માસ્ટરમાઇન્ડ આદિલ કુંભારે ઘરમાં જ લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી બનાવટી નોટો છાપી હતી. આ આરોપીઓએ સાચી નોટોના બંડલમાં નકલી નોટો ઘુસાડીને બેંકમાં જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ DySP દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિજાપુર પોલીસે આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવિ ભાખરીયા અને રાધે પટેલ સહિતના ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

