Mehsana: ખજાના ટ્રેડર્સ પર સેન્ટ્રલ GST વિભાગનો દરોડો, મોટી કરચોરીની આશંકા

સોર્સ : gstv
મહેસાણાના કડી ખાતે સેન્ટ્રલ GST વિભાગે શ્રીદેવી છાપ તંબાકુની વેપારી પેઢી ખજાના ટ્રેડર્સ પર મોટા પાયે દરોડો પાડ્યો છે. આ દરોડો બજારમાં આવેલી આ પેઢી પર ગત રાત્રે હાથ ધરવામાં આવ્યો હતો, જે મોડી રાત સુધી ચાલ્યો. GST વિભાગને મોટી સંખ્યામાં કરચોરીની આશંકા છે, અને હાલ તપાસ કામગીરી ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખજાના ટ્રેડર્સ પર ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. GST વિભાગની ટીમે પેઢીના રેકોર્ડ્સ, બિલિંગ અને સ્ટોકની તપાસ કરી. ખજાના ટ્રેડર્સના કેસમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અને બિલ વિનાના વેચાણની શક્યતા તપાસવામાં આવી રહી છે.

