VIDEO: દીકરીની માતા પર હુમલા મામલે ધરણા બાદ રાત્રે એફઆઈઆર નોંધાઈ
સોર્સ : gstv
મહેસાણાની શિવ વાટિકા સોસાયટીમાં પ્રેમલગ્ન કરનાર દીકરીની માતા પર થયેલા હુમલા કેસમાં પાટીદારોના ધરણા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. પાલનપુરથી આવેલી મહિલા સાથે જમાઈના પરિવારે ઉગ્ર તકરાર કરી, ઘરમાં ખેંચી મારઝૂડ કરી દુર્વ્યવહાર કર્યો હતો. સ્થાનિક પોલીસે ફરિયાદ ન નોંધતા પાટીદાર આગેવાનોએ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશને ધરણાં કર્યા હતા, જેના પગલે આખરે રાત્રે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

