Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A positive case of Chandipura virus was reported in Mehsana in Gujarat

VIDEO: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક મહેસાણામાં પોઝીટીવ કેસ નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 11 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે મહેસાણા જિલ્લામાં પણ આ વાયરસનો પગપેસારો થતાં તંત્ર દોડતું થયું છે. વિસનગર તાલુકાના એક બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝીટીવ આવતા તેને વડનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ માં સઘન સારવાર હેઠળ રખાયો છે, જ્યાં તેની સ્થિતિમાં સુધારો છે. આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય બે શંકાસ્પદ બાળકોના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર, સેન્ડફ્લાય (ઝીણી માખી) કરડવાથી ફેલાતા આ વાયરસના મુખ્ય લક્ષણોમાં તીવ્ર તાવ, ખેંચ આવવી અને ઊલટી થવી શામેલ છે. આરોગ્ય વિભાગે બાળકોને આખા શરીરને ઢાંકતા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને ઘરની આસપાસ લીંપણ તથા દીવાલોની તિરાડો પૂરીને સખત સાફ-સફાઈ રાખવા ખાસ અપીલ કરી છે.

App Store